ધર્મ સે બડા કોઈ ધંધા નહીં….

​“રઈશ” ફિલ્મ નો એક ડાયલોગ હતો કે “ધંધે સે બડા કોઈ ધર્મ નહી હોતા’’  આ વાક્યના શબ્દો નું રીશફલીંગ કરતા નવું વાક્ય બન્યું “ધર્મ સે બડા કોઈ ધંધા નહી હોતા…..!!!!!” ધર્મ ના ધંધાનું જાળ એટલું બધું ઝીણવટથી ગૂંથાયેલ છે કે જણતા અજાણતા હું અંને તમે પણ એમાં ફસાયેલા માછલા જ છીએ. આ ધર્મ તો મલ્ટીનેશનલ બીઝનેસ છે આપડા ભારત થી માંડી ને અમેરિકા સુધી બધે જ આ ધંધા ના સર્વિસ સેન્ટર આવેલા છે. ગામે-ગામે નાના-મોટા સર્વિસ સેન્ટરો આવેલા હશે જ. ધર્મ નામની સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓ “ એજન્ટ ઓવ્ન્ડ કમ્પનીઓ” છે, શું તમે ક્યારેય એના માલિક મિ.ભગવાન ને જોયા છે? ક્યાંક ઈન્ટરવ્યું આપવા આવેલા હોય કે ધર્મ ની બીજી પ્રોડક્ટ્સ લોન્ચ કરતા જોયા છે? જોકે મૂર્તિ/ફોટો જેટલો પ્રભાવશાળી એટલી જ વધુ પોપ્યુલારીટી. હા એક વાત નો આપણને ગર્વ થવો જોઈ એ કે ધર્મ નો ધંધો કરવાવાળી મોટા ભાગની કંપનીઓ ના હેડકવાટર આપડા દેશમાં છે. જોકે આ સર્વિસ ચાલવા માટેનું એક કારણ તો આ એજન્ટો ની મજબુત પાર્ટનરશીપ છે, જેમ કે તમારે પિતૃકાર્ય કરવું છે તો એક એજન્ટ તમને કેહ્સે કે “આ ભાઈ પાસે જાવ એ આ સર્વિસ પ્રોવાઈડ કરશે, અને મારું નામ આપજો ડીસકાઊંટ મળશે”, હા ક્યારેક ક્યારેક ફિક્સ ભાવ પણ હોય છે અને ક્યારેક ક્યારેક બે થી વધુ સર્વિસીસ લેતા હોઈ તો ડિસ્કાઉન્ટ ની પણ સુવિધા છે. 


               બધા સર્વિસ પ્રોવાઈડર જુદી જુદી સર્વિસ માં પાવરધા હોય છે કોઈ પિતૃકાર્યમાં, કોઈ સ્વામી પગલા પાડવામાં, તો કોઈ અંતિમવિધિ(પાણીઢોર)માં અને હા લગ્નની વિધિ કરી આપનાર એજન્ટો ને કેમ ભૂલી શકીએ? આ બીઝનેસ માં ઘણી વાર નિર્દોષ પશુ પક્ષીઓ ને પણ સામેલ કરવામાં આવે છે જેમ કે બલી ચડાવવામાં, કોઈ નું મેલું ઉતારવામાં તો ક્યારેક શુકન માટે પણ એમનો ઉપયોગ કરાય છે. દુન્નીયાના સૌથી જુના ધંધા તરીકે પણ ગણી શકીએ. સામાન્ય ધંધા ની જેમ આ ધંધામાં પણ ટફ કોમ્પીટીશન છે, એક બીજા ના ગ્રાહકો(સામાન્ય લોકો)ને પોતાના પરમેનેન્ટ ગ્રાહક બનાવવવા જુદી જુદી શકુની રીતભાતો પણ વાપરવામાં આવે છે. પેટન્ટ રજીસ્ટરેશનનો  તો કોઈ સવાલ આવતો નથી કેમ કે બધા ની સર્વિસ અને ધર્મ રૂપી પ્રોડક્ટમાં નામ, પેકેજીંગ અને કલર પણ જુદા જુદા છે કોકે ભગવો તો કોઈએ લીલો ધારણ કર્યો છે. એક ખાસિયત પણ જોરદાર છે, જો ગ્રાહક તમારી સર્વિસ થી સંતુષ્ટ ના થાય તો પણ એને ફરીયાદ કરવાનો હક નથી આ ઉપરંત એ કન્ઝુમર કોર્ટ માં પણ ફરિયાદ નથી કરી શકતો.


             દરેક બીઝનેસ માં ઇન્વેસ્ટમેંટ  જરૂરી છે અને આ બીઝનેસમાતો પબ્લિક પોતે “ફૂલ નઈ  તો ફુલ ની પાંખડી” આ કહેવત મુજ્બ પૈસા અને રીસોર્સીસ આપે છે બસ ખાલી માલિક નું નામ અને ધર્મ નો વસતો આપવાનો અથવા બીજા ધર્મ ના એજન્ટો એ શું શું ઇનવેસ્ટમેન્ટ કર્યું એ દર્શાવીને તમારા પરમેનેન્ટ ગ્રહ્કને પોતાનું ઘર વેચી ને પણ તમારી સર્વિસ લે ત્યાં સુધી એના કાન ભ્મ્ભેરવાના ટુકમાં “અદેખાઈ”. પબ્લીસીટી ની તો આ બીઝનેસ માં કાઈ જરૂર નથી કેમ કે તમારા કસ્ટમર જ તમારો જોર જોર થી પ્રચાર કરશે(ભલે પોતે છેતરાઈ ગયા હોઈ). સોસ્યલ મીડિયા નો સદુપયોગ કરવમાં તો આ બિઝનેશ ખુબ માહેર છે, “આ સેર કરો બાકી આ કંપની ના માલિક તમને કોઢ કાઢશે”. વર્ક લોડ પણ સાવ ઓછો સવાર અને સાંજે ૧૫-૨૦ મિનીટ જ કામ કરવાનું અને કામ પણ સાવ સેહલુ, જમના હાથમાં એક મોટી પીતળ ની ઠારી અને બીજા માં ટાંકોરી(ઘણી જગ્યાએ ઘંટ પણ વપરાય છે) અને કોઈ દિવસ કંપનીના હાલચાલ તપાસવા ના આવતા ઓનર ની મૂર્તિ કે ફોટા ની આજુબાજુ ૪ વાર ક્લોક્વાઈઝ ડાયરેકશન માં થારી ફેરવવાની , ટાંકોરી ને ઓસીલેટ કરવાની અને બે ત્રણ સંસ્કૃત શ્લોક બોલવાના. આ એક ધંધો જ એવો છે જેમાં કોઈ એ માલિક ને કોઈ એ જોયો નથી છતાં પણ બધા પગે લાગે છે અને એજન્ટો જે ક્યે એમ કરે રાખે.

       

        સંભાવના ઉપર જ ચાલે છે, જેમ કે ઘર માં શાંતિયજ્ઞ કરવો તો ખરેખર શાંતિ થઈ જ જાશે એવું પ્રૂફ કે કાગળિયાં કમ્પની-એજન્ટ પાસે થી માગી નથી શકાતા, ક્યારેય જોયું કે શાંતિયજ્ઞ કરતા પેહલા એજન્ટે સ્ટેમ્પપેપર ઉપર બાહેધરી લખી ? આ ઉપરાત આ ધંધા માં તમે ઘપલા-કાંડ-કોભાંડો પણ કરી શકો છો કેમ કે કમ્પનીનો માલિક ક્યારેય પોતાની કંપનીનું એકાઉન્ટ ચેક કરવા નથી આવતો. આ ધંધાનો રેફેરેન્સ લઈ ને ગ્રહ્કો પણ ઘણી વખત પોતાના બીઝનેશમાં આગળ વધે છે. આ ધંધા નો પડી ભાંગવાનો પણ ડર નથી કે નથી કાયદા નો ડર, કેમ કે જો તમે કાનુનના ચક્કરમાં સ્લવાના તો તમારા અનુયાયીઓ(પરમેનેન્ટ ગ્રાહક) કેન્ડલ માર્ચ કાઢી ને, જામીનની અરજીઓ કરી ને અને છેલ્લે દંગા-ફસાત કરી ને તમને છોડાવી તો લેશે જ !!! આ ધંધો પુશ્તેની પણ હોય છે વારસાગત રીતે ચાલતો ધંધો છે એજન્ટ ના રીટાયર થયા પછી એનો પુત્ર એજન્ટ બની જાસે. આમ આ ચક્ર ચાલ્યા કરશે. 
 

        આના થી ફાયદાકારક ધંધો છે કોઈ? આટલી બધી સર્વિસીસ, વેરાઈટી, નફો  જ નફો  અને દેશ વિદેશ માં પગ પ્રસરેલો અને બધે જ પોતાની સર્વિસ આપતો બીજો ધંધો છે કોઈ બીજો? 

સાચું કવ છું આ ધંધો કરવા જેવો ખરો….

ઇન્ડિયા’સ ફોરેસ્ટ મેન 

​એકલો માણસ શુ ના કરી શકે..!!!

  

      1979  માં બ્રહ્મપુત્રામાં પુર આવ્યું અને દુનિયાનો સૌથી મોટો નદી વચ્ચે નો ટાપુ “મજુલી ટાપુ,” ધોવાઈ ગયો. ટાપુ પરના બધા વાંસ જળમૂળ થી ઉખાડી નાખ્યા એવું જબરજસ્ત પુર આવ્યું. તે ટાપુ પર રહેતા બધા પ્રાણીઓને અસર થઈ ઘણા ડૂબી ને મરી ગયા અને ઘણા તણાઈને બીજા વિસ્તાર માં પોહચી ગયા. ટાપુ પરનું લગભગ બધું જ જીવન સમાપ્ત થઈ ગયું.

      

      આ ધોવાયેલી જમીન ઉપર ઘણા સાપ પણ તણાઈ ને આવ્યા પણ વૃક્ષનો છાંયડો ના મળતા તપતિ રેતી ઉપર બધા તડફળતા હતા. આ નજારો જોઈ ને એક વ્યક્તિ નો જીવ કપાયો અને થયું કે આ પર્યાવરણ ને શુ થયું છે? કુદરત આવી નિર્દય હોઈ શકે ? (વ્યક્તિ ની ઉંમર ત્યારે માત્ર 16 વર્ષ હતી) આ વાત ની ગડમથલમાં ડૂબેલા વ્યક્તિએ પોતાના ગામલોકો ને આ વાત કરી. પોતે હતો આદિવાસી જંગલ થી જેનો જન્મથી નાતો  અને આ રીત ની પરિસ્થિતિ કેમ સહન થાય !! બધાયે એને ગાંડો કીધો કે “ભલા માણસ આપડે આમાં કશું ના કરી શકીએ બધી ભગવાન ની ઈચ્છા હોય” 


       આ જવાબ થી પણ આ વ્યક્તિ ને સંતોષના થયો. મન ના વિચાર ને મારવા ખભે ડોલ નાખી ને ચાલી નીકળ્યો. એ વેરાન ટાપુ ઉપર 20 જેટલા વાંસ વાવ્યા પણ છતાં એને સંતોષ ના થયો. ત્યારે એ એરિયા(હાલમાં ગોલાઘાટ એરિયા તરીકે ઓળખાય છે)માં ધોવાણ થયેલી જમીન ઉપર વૃક્ષો વાવવાની સરકારી યોજના મુકાઈ અને વ્યક્તિ તે જુમ્બેશમાં જોડાયો. પાંચ વર્ષ સુધીનો યોજના નો સમયગાળો પૂરો થઇ ગયો છતાં આ વ્યક્તિએ પોતે વાવેલા વૃક્ષોની માવજત કરવાનું અને સાથે સાથે નવા વૃક્ષો ની વાવણી ચાલુ જ રાખી. અને એકલા હાથે પોતે 500 હેકટરથી વધુ ની જમીન પર વૃક્ષો વાવ્યા 30 વર્ષ થી વધુ ની નિસ્વાર્થ મેહનત થી એને ધોવાયેલી જમીન ઉપર પોતાના હાથે જંગલ ઉભું કર્યું. 

      

    આજે એ જંગલ 100 થી વધારે હાથી, એકશીંગી ગેંડા, હરણ, થોડાક બેંગાલ ટાઇગર અને ઘણી બીજી જાત ના જીવો કે જે માત્ર આપણા ભારતમાં અને માત્ર નોર્થ-ઇસ્ટ માં જ જોવા મળે છે એવા જીવો નું ઘર છે. એ વ્યક્તિ ના સમ્માન માં આ જંગલ નું નામ “મોલાઈ ફોરેસ્ટ” રાખવામાં આવ્યું છે.

      

     2015 માં આ વ્યક્તિ ને પોતાએ કરેલી નિસ્વાર્થ મેહનત ને લીધે “પદ્મ શ્રી” થી સ્મમાનિત કરવામાં આવેલો છે.. આ વ્યક્તિ નું નામ “જાદવ પેયન્ગ” છે. લોકો એમને ” ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા” તરીકે ઓળખે છે. હજી પણ જાદવ પેયન્ગ વૃક્ષો વાવવાનું ચાલુ છે પોતે વ્યસાયે પશુપાલક છે અને એના પર ગુજરાન ચાલાવે છે. રોજ  થેલી ભરી ને છોડવા લઇ ને નીકળે છે અને વૃક્ષારોપણ કરે છે. 


    એક વ્યક્તિ એકલા હાથે આખું જંગલ ઉભું કરી શકતો હોય તો શું આપણે એક વૃક્ષ ના વાવી શકીએ? પર્યાવરણ ને નુકશાન પોહચાડવાનું બંધ ના કરી શકીએ ?
(જાદવ પેયન્ગ ના અમુક ફોટા)

ગિરનાર બીમાર છે !!!

​ગિરનાર બીમાર થઈ ગયો છે.. !!😢
    લગભગ એકાદ મહિના પેલા ગિરનાર માં આંટા મારવા ગયો હતો.. બર્ડ વોચિંગ નો થોડોક શોખ છે અને નવરા નાથા દૂરબીન લઈ ને ચાલતા થયા..પેલા ગયા જટાશંકર ત્યાં ના પૂજારી સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તે એરિયામાં “ગિરનારી-ગીધ” જોવા મળે છે એટલે હરખપદુદા થઈ ને નીકળી ગયા આગળ.. અને જે મોટો પાણો કેવાય છે એ ગિરનાર ની સૌથી ઉંચી ટૂંક ની નીચે પોચી ગયા.. હું દર વખતે ગિરનાર સ્વચ્છતા અભિયાન માં વોલન્ટિયર તરીકે જાવ છું એટલે એનું આઈકાર્ડ બતાવું એટલે મને જવા દયે.. મારા એક મિત્ર ત્યાં ફોરેસ્ટ વિભાગ માં છે અને ત્યાં પરમિશન લઈ ને જવું પડે કેમકે જટાશંકરથી આગળ વન્યવિસ્તાર ચાલુ થઈ જાય છે એટલે અમે આ ભાઈ ને પણ સાથે લઈ ગયા હતા એમને થોડીક થોડીક ખબર હતી કે આ પક્ષીઓ ક્યાં મળશે.. અમે તો ત્યાં ડેરો નાખ્યો.. અને ત્યાં લગભગ 7 માળા દેખાણા (ખબર નઈ સમડીના હતા કે વલ્ચરના !) બોવ ઊંચે પાણાં ની અડી ઉપર માળા બનાવેલા હતા.. અને ગીધ બોવ ઊંચાઈ ઉપર માળો બનાવે.. લાગ્યું કે આજે તો વલ્ચર ના દર્શન થઈ જ જશે.. પણ 4 કલાક ની રાહ જોઈ તો પણ એકેય માળા માં ગીધ ના દેખાણું.. રાહ જોતા જોતા બપોરથી સાંજ પડી ગઈ.. છતાં એકે ય પક્ષી નો જોવા મળ્યું ખાલી કાગડા દેખાણા.. નીરાશ થઈ ને પાછા ઘરે વ્યા ગયા..

        

         પણ મનમાં કીડો ઘરી ગયો તો એટલે બીજા દિવસે પાછા ઉપડ્યા.. આ વખતે બીજી જગ્યા એ ગયા ત્યાં જટાશંકર નું ઝરણું જ્યાં થી નીકળે છે એ જગ્યા એ ગયા.. ત્યાં જોયું તો ઝરણાં માં બધે ય પ્લાસ્ટિક ની બોટલું, શેમ્પુ ની પડીકીઓ,  કપડાં , ચપ્પલ આવો બધો કચરો હતો ..!! ચોમાંસા દરમિયાન જટાશંકર ઝરણાં માં બોવ પાણી હોય છે અને પ્રવાસીઓ માટે એક આકર્ષણ બની જાય છે.. ઘણા લોકો મોજ મજા કરવા આવે અને ત્યાં પાણીમાં નાવા પડે ,શેમ્પુ ની પડીકીઓ અને સાબુ વાપરે અને પાણીને કેમિકલ યુક્ત કરી નાખે. નાનો હતો ત્યારે સ્કુલવારા આ જગ્યા એ ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે લાવ્યા હતા ત્યારે ઝરણું આજ ના કરતા ડબલ પોહળુ અને ઊંડું હતું અને માછલીયુ અને કરચલા ની ભરમાર હતી.. પણ આ વખતે પાણી માં ખાલી દેડકા ના બચચા જ દેખાણા.!! ત્યારે કલકલીયા પણ જોયા હતા એ પણ ના દેખાણા..!!  આ બધું માણસો ના કારનામા.. કાંઈ નઈ તો ત્યાં.. ઝરણાં નું પાણી કેમિકલવાળું કરી નાખ્યું એમાં ઝરણાં પર નભતી બધી જાતના જીવો ને અશર થઈ ગઈ છે.. વન્યવિસ્તાર જેવું કાંઈ લાગતું જ નહોતું એકેય વન્યપ્રાણી નઈ.. અરે વાંદરા પણ એ એરિયા માં ના દેખાણા.. પછી ત્યાં થી એ પ્લાસ્ટિક ની બોટલો અને પ્લાસ્ટિક નો કચરો કાઢી ને એક કોથરા માં ભરી લીધો.. આ બીજી જગ્યા એ તો એકેય માળા પણ ના દેખાયા.. ત્યાં અમે રોકાયા નઈ કેમકે ઝરણાં ની હાલત જોઈ ને જ દેખાઈ આવે એમ હતું કે આયા કાંઈ નઈ હોય.. એટલે તરત જ ત્યાંથી કચરો કાઢી ને નીકળી ગયા..

         

          પછી ગિરનાર ના જુના રસ્તે ચાલી ને રસ્તામાં “શેષાવન “અને “સિતાવન” નામની બે જગ્યા આવે ત્યાં રેહતા બાપુ ને મળ્યા.. મારા મિત્ર ને વારે ઘડીએ આ રસ્તે આવા-જવાનું હોવાથી બાપુ સાથે ઓળખાણ હતી એટલે ચાલ્યુ એ બાપુ એ પ્રેમ થી ચા બનાવી ને પીવડાવી.. ત્યારે બાપુ એ કીધું કે આ ગિરનારી ને કૈક થઈ ગયું છે સત ઘટતું જાય છે.. એ બાપુ ની જુપડીએ રોજ સાંજે વાંદરા આવે અને બાપુ એક થેલી માં રોજ તળેટી થી રોકડીયા બિસ્કીટ લાવે અને વાંદરાવ ને ખવડાવે.. તો વાત વાત માં એ બાપુ એ કહ્યું કે “એક વાર એક વાંદરો આવ્યો હતો એના હાથ માં કોકે ટાઈટ રીતે દોરી બાંધેલી હતી અને હાથ ની એક આંગળી કપાઈ ગયેલી હતી..હોઈ ના હોય આ ત્યાં આવતા પ્રવાસીઓ નું જ કામ હશે..” પેલા બાપુ બધા ને આશરો આપતા પણ લોકો પ્રકૃતિ ને નુકશાન પોહચાડતાં હોવાથી એ હવે પોતાની જુપડી નો દરવાજો બંધ રાખે છે.. હજી એમને ત્યાં ગોદડાં થી મંડી ને ઓશિકા બધું જ પડ્યું છે.. પણ બાપુ અમને ઓળખતા હોવાથી અમને રાત રોકાવાનો આગ્રહ કર્યો .. અને કીધૂ કે અહીં નજીક જ એક દીપડા એ બે ત્રણ દિવસ પેહલા મારણ કર્યું છે ત્યાં તમને ગીધ દેખાઈ જશે..કાલે તમે ત્યાં જજો.. 
   .. નીંદર તો આવે એમ નોહતી એટલે તાપણું કરી ને બેઠા હતા.. ત્યારે બાપુ એ એક વાત કહી કે ” બચ્ચાં મારા થી પણ એક પાપ થયેલું છે.. પેલા મારા આ ઘરની સામે જે આંબલી છે ત્યાં 3-4 ઘુવડ રેહતા.. અને એક વાર મેં બે માણસો ને આશરો આપેલો અને એ લોકો એ એમાંથી બે ઘુવડ ને પકડી ને મારી નાખ્યા.. કેમ કે એવી અંધશ્રદ્ધા છે કે ઘુવડ ની નળી ગળા માં પહેરે તો કોઈ ની નજર ના લાગે… મેં આશ્રય આપેલા લોકો એ આવું પાપ કર્યું મને પણ ભાગીદાર બનાવ્યો.. રોજ આ રસ્તે થી હજારો લોકો ગિરનાર ચડે છે અને પ્લાસ્ટિક ની કોથળીઓ માં ખાવાની વસ્તુ ફેંકી ને ચાલ્યા જાય છે અને જે ખાઈ ને આ વિસ્તાર ના હરણ અને વાંદરા મરે છે.. આ રસ્તો જ બંધ કરાવી નાખવો છે.. દર અઠવાડિયે અમે બધા મારા આશ્રમ ના લોકો આજુ બાજુ નો વિસ્તાર સાફ કરીએ છીએ..પણ હવે દિવસે ને દિવસે માણસો વધારે કચરો ફેંકતા જાય છે ” એ બાપુ એ આખી રાત આવા કિસ્સા સંભળાવ્યા અને ક્યાંક ને ક્યાંક એમની વાતો માં વેદના હતી.. સવારે ચા પી ને બાપુ પાસે થી રજા લીધી અને દીપડા એ મારણ કર્યું હતું એ જગ્યા એ ગયા.. પણ કમનસીબે એ મારણ સાવ ખવાઈ ચૂક્યું હતું.. અને એક પણ જીવ ના દેખાણો.. 

    

       અને હકીકત પણ આવી જ વહરી છે.. દર વર્ષે લીલી પરિક્રમા દરમિયાન લાખો લોકો ગિરનાર ની પરિક્રમા કરે છે અને લાખો ટન કચરો કરે છે.. મારે ગમે તેવું કામ હોય તો પણ ..  દર વખતે દેવદિવાળી ના દિવસે હું ત્યાં ઉભો ઉભો બધા ને કાપડ અને કાગળ ની ઠેલીયુ આપતો રહી જાવ છું.. અને લોકો સમજતા નથી.. ઘણા સાથે લડાઈ કરું છે કે તમે પ્લાસ્ટિક નો કચરો ના કરતા પણ છતાં લોકો વાતની અવગણના કરી નાખે છે..  પરિક્રમા પુરી થાય ત્યારે કચરો જોઈ ને થાય કે આ લોકો ને પર્યાવરણ ની કાંઈ પડી જ નથી.. આમ ને આમ ચાલતું રહેશે તો એ દિવસ દૂર નથી જયારે ગિરનાર ખાલી એક પાણો બની ને રહી જશે.. જીવ વિનાનો પાણો.. 

ટીવી📺 નું રિમોટ

“મારે કાર્ટૂન જોવા છે”

“મારે મુવી જોવું છે”

” ના હો તમે બેય મુકો મારે સાથ નિભાના સાથિયા જોવી છે”

અને જો છેલ્લે ના માને તો રોવા મંડવાનું એટલે આપણને છાનું રાખવા રિમોટ હાથ માં આપી જ દયે. આમ કાલીઘેલી તકરાર નો મીઠો અંત આવી જ જતો.

હું મારી નાની બેન અને મોટી બેન ત્રણેય હળીમળીને રેહતા જયારે લાઈટ ના હોય ત્યારે પણ જ્યારે લાઈટ આવી જાય અને જાણે બધા જંગ લાડવા માટે તૈયાર હોય એમ એક અમૂલ્ય  વસ્તુ માટે સાવરણી-તકિયા-ઓશિકા જેવા ઘાતક હથિયારો લઈ ને જગત ની મોહમાયા ભૂલી ને માત્ર ધર્મયુદ્ધ ખેલતા. એ વસ્તુ સામાન્ય લોકો માટે તો ખાલી 10×10 cm નું રિમોટ હતું , પણ અમારા માટે એ કોઈ રાજા-મહારાજા ના ખજાના થી કમ નોહતી.

રોજ રોજ સવારે દિવસ ચાલુ થાય એટલે એક જ સવાલ કે રિમોટ પર કોનો કબ્જો રહેશે ? ક્યારેક શત્રુ ને લોભ-લાલચ આપી ને આપણી સાઇડ કરી લેવી અથવા તો શકુની જેવું મગજ વાપરી ને કોઈને ખબર ના પડે એવી રીતે સેટી નીચે-કાંધી એ ગાદલા નીચે વગેરે જેવી ગુપ્ત જગ્યાઓ એ રિમોટ ને દફનાવી દેવામાં આવતું. પછી સાવ નોર્દોષ બની ને રહેવાનું અને મનમાં ને મન માં હસવાનું.પણ જો પકડાઈ જાય તો મેથીપાક પાક્કો . આ યુદ્ધ નો ટાઈમ સવાર ના 8 વાગા થી સાંજ ના 7 વાગા સુધી નો જ હતો કેમ કે સાંજે પપ્પા આવે એટલે બધું પૂરું. વચ્ચે એક ઉપાય પણ કરેલો સવારે 12 વાગા સુધી નાની બેન, 12 થી 4 મોટી બેન અને જે વધે એ સમય મારો. થોડાક દિવસ ચાલ્યું પણ પછી એમાં પણ એક મુશ્કેલી અમુક કાર્ટૂન સાંજે આવે તો અમુક સિરિયલ સવારે આવે અને મુવી ના તો કાંઈ ઠેકાણા ના હોય ! પછી હતું ઈ પાછું ચાલુ. 

ક્યારેક યુદ્ધ માં કોઈ ઘાયલ થાય અને રોવા માંડે તો હમણાં મમ્મી આવી ને ખિજાશે એવા ડર થી બાકી ના બે યોદ્ધા હથિયાર મૂકી ને ઘાયલ માટે તીખા મમરા બનાવી દયે અને યુદ્ધ વિરામ આપી ને સાથે મળી ને તીખા મમરા ની મિજબાની કરે. આ નાનકડી વાત માં પણ કૈક મીઠાશ હતી એ રિમોટ નઈ પણ અમારા આનંદ મોજમસ્તી નું રિમોટ હતું. હકીકત તો એજ હતી કે અસલ માં અમે રિમોટ માટે નઈ પણ મોજ મસ્તી માટે જ લડાઈ કરતા. આ લડાઈઓ માં ક્યારેક ક્યારેક રિમોટ પોતે જ પાચડાઈ ને આત્મહત્યા કરી લેતું પણ પાછું નવા સ્વરૂપ માં 70-80 રૂપિયા નું આવી જતું.

આ વાત ને 12 વર્ષ થઈ ગયા છે. અત્યારે તો ડબ્બા જેવા ટીવી ની જગ્યા LCD ટીવી એ લઈ લોધી છે.ઘર માં ટીવી પણ એ જ જગ્યા એ છે રિમોટ પણ એજ જગ્યા એ છે અને આખો દિવસ ટેબલ પર પડ્યું રહે છે ક્યારેક ક્યારેક તો તેના ઉપર ધૂળ પણ ચડી જાય છે છતાં કોઈ એને અડકતું પણ નથી. કારણકે હવે બધા મોટા થઈ ગયા ને ! કોક મોબાઈલ માં ઘુસી ગયા, કોક લેપટોપ માં અને કોકે તો ફેસબુક-ટ્વિટર ને પોતાની દુનિયા બનાવી લીધી. એ મારા માટે રિમોટ નોહ્તું પણ એક નવીજ દુનિયાનો-મોજમસ્તી નો દરવાજો હતો પણ આ મોબાઈલ એ આવી ને એ દરવાજા પર તાળું મારી દીધું હોય એવું લાગે છે.. 

 તમેં પણ આવું અનુભવ્યુ જ હશે..😊